મહુવા-અંબિકા તાલુકામાં 122 શ્રીજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન

SHARE:

મહુવા-અંબિકા તાલુકામાં 122 શ્રીજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન
અનાવલ: મહુવા અને અંબિકા તાલુકામાં ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદ સાથે ગણેશ મંડળો અને પરિવારો દ્વારા સંગીતના તાલે નાચતા-ગાતા તેમજ ગુલાલની છોળો ઉડાવતા શ્રીજીની પ્રતિમાઓની વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી. ગણેશજીની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ વિસર્જન સમયે ભક્તો ભાવુક બન્યા હતા.મહુવા તાલુકામાં 81 શ્રીજીની પ્રતિમાઓ, જ્યારે અંબિકા તાલુકામાં 41 ગણેશજીની પ્રતિમાઓ, મળી કુલ 122 શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બંને તાલુકામાં શ્રીજીની પ્રતિમાઓનું લોકમાતાઓ તેમજ તળાવોમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

 

વાંચો વિશેષ:-ગણેશ વિસર્જન ટાણે જ ભારતમાતા પુલ પર અંધારપટ: વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે દર્શનાર્થીઓમાં ભારે આક્રોશ https://thesatyamevnews.in/archives/19941

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!