સેવા સંકલ્પ અભિયાન-સુરત જિલ્લો
મહુવા તાલુકાના બારતાડ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમ હેઠળ ૮૦૦થી વધુ ગ્રામજનોને ઘર આંગણે ૨૫થી વધુ સેવાઓનો લાભ
સુરત જિલ્લાનાં મહુવા તાલુકાના બારતાડ ગામ સ્થિત બળિયા દેવ મંદિરના પરિસર ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યકર્મ યોજાયો હતો. જેમાં ૮૦૦ થી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
જેમાં હેલ્થ વેલનેસ કાર્ડના ૪૪૨, પી. એમ. જે. માં કાર્ડમાં ૧૮૧, જાતિ પ્રમાણપત્રમાં ૪૬, આધાર કાર્ડ સુધારાના ૩૧, નમોશ્રી યોજનાના ૧૯, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના ૧૬, રાશન કાર્ડમાં નામ કમી કરવામાં ૧૫, આઇસીડીએસ બાળકોના આધાર કાર્ડમાં ૧૦, રાશન કાર્ડ સુધારામાં ૯, બસ કન્સેસન પાસના ૯, સહિત આધાર નોંધણી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, જનધન યોજના, રાશન કાર્ડ, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ yojna સહિતની કુલ ૨૫ સેવાઓ મળીને કુલ ૮૪૫ અરજીઓનો ૧૦૦% હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ, જિ.પં.સભ્ય હીનાબેન પટેલ તેમજ તા.પં.સભ્યશ્રીઓ વર્ષાબેન અને નીલેશભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.



