અકસ્માત ઝોન બનતો નવનિર્મિત માર્ગ: વાંસકુઈ-બામણિયા વચ્ચે એસ.ટી. બસ રોડની સાઈડમાં ખાબકી, સદનસીબે જાનહાનિ ટળી

SHARE:

અકસ્માત ઝોન બનતો નવનિર્મિત માર્ગ: વાંસકુઈ-બામણિયા વચ્ચે એસ.ટી. બસ રોડની સાઈડમાં ખાબકી, સદનસીબે જાનહાનિ ટળી


​
અંબિકા:-અંબિકા તાલુકાના વાંસકુઈ થી બામણિયા વચ્ચે તાજેતરમાં જ તૈયાર કરવામાં આવેલો નવનિર્મિત રોડ હવે વાહનચાલકો માટે અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદ પડતાંની સાથે આ માર્ગ પરથી પસાર થતાં વાહનો અચાનક સ્લિપ થઈને રોડની નીચે ઉતરી જવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે.
​હજુ તો રોડનું નિર્માણ કાર્ય પૂરું જ થયું છે ત્યાં અત્યાર સુધીમાં અનેક નાના-મોટા વાહનો રોડની સાઈડમાં ખાબકી ચૂક્યા છે. આજે પણ ‘સલામત સવારી, એસ.ટી. અમારી’નું સ્લોગન ધરાવતી મુસાફરોથી ભરેલી એક ગુજરાત એસ.ટી. નિગમની બસ વાંસકુઈ નજીક અચાનક કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ઈજાના સમાચાર મળ્યા નથી, જેથી સ્થાનિકો અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
​બીજી તરફ, નવો બનેલો રોડ એક જ વરસાદમાં આટલો જોખમી બની જતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડના નિર્માણમાં વપરાયેલી સામગ્રી અને તેની ગુણવત્તા સામે લોકમુખે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આ માર્ગનું યોગ્ય સમારકામ અથવા યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!