ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં નેત્રકેમ્પ યોજાયો

SHARE:

ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં નેત્રકેમ્પ યોજાયો
શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા મફત નેત્ર કેમનું આયોજન થયું હતું. આ નેત્ર કેમ્પ એલાયન્સ ક્લબ ઓફ સુરત સેવન સ્ટાર અને દુર્ગાબા પરિવાર (ગામ: ઉમરા ,તા. ઓલપાડ )ના આર્થિક સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં દુર્ગાબા પરિવારના શૈલેષભાઈ અને શીલાબેન તથા એલાયન્સ ક્લબ ઓફ સુરતના સભ્યો, સંચાલક મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, કારોબારી સભ્યશ્રી ,ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા એન.એસ.એસ. ના સ્વયંસેવક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ નેત્ર કેમ્પમાં કુલ 200 જેટલા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી .જેમાં 40 મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. 80 જેટલા દર્દીઓને મફત ચશ્માનો વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!