અંબિકાના વાંસકુઈમાં બ્રિટિશ નાગરિકનું ફેફસાના કેન્સરથી મોત; યુકેથી આવેલા 75 વર્ષીય પોલ વિલિયમનું નિધન

SHARE:

અંબિકાના વાંસકુઈમાં બ્રિટિશ નાગરિકનું ફેફસાના કેન્સરથી મોત; યુકેથી આવેલા 75 વર્ષીય પોલ વિલિયમનું નિધન
​
​અનાવલ :
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વાંસકુઈ ગામે એક યુકે (બ્રિટન)ના નાગરિકનું કેન્સરની બીમારીના કારણે અવસાન થતાં અનાવલ પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
​યુકેના ગ્રેટર માનચેસ્ટર ખાતે રહેતા અને મૂળ વાંસકુઈ ગામના અમીતકુમાર છીબુભાઈ પટેલના ઘરે બ્રિટનથી આવેલા 75 વર્ષીય પોલ વિલિયમ હીંચકલીફ  રોકાયા હતા. પોલ વિલિયમ લાંબા સમયથી ફેફસાના કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા.
​15 સપ્ટેમ્બરના રોજ સવારે 05:00 થી 05:15 વાગ્યાના અરસામાં વાંસકુઈ ગામતળ કોળીવાડ ફળિયા સ્થિત અમીતકુમારના ઘરે પોલ વિલિયમની તબિયત અચાનક વધુ નાજુક બનતા તેઓનું નિધન થયું હતું. આ બનાવ અંગે અમીતકુમાર પટેલે અનાવલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે  હેઠળ અકસ્માતે મોત  નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!