મહુવા વનવિભાગની મોટી કાર્યવાહી: દેદવાસણ-સાતેમ રોડ પરથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો, મુદ્દામાલ જપ્ત

SHARE:

મહુવા વનવિભાગની મોટી કાર્યવાહી: દેદવાસણ-સાતેમ રોડ પરથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો, મુદ્દામાલ જપ્ત
​મહુવા:
સુરત વન વિભાગ હેઠળના મહુવા રેંજમાં આવતા બોરીયા રાઉન્ડની વેલણપુર બીટ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડાની ચોરી અને વહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વન સંરક્ષકશ્રી તથા નાયબ વન સંરક્ષકશ્રીને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે મહુવા રેંજ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમે દેદવાસણથી સાતેમ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
​પેટ્રોલીંગ દરમિયાન દેદવાસણ તરફથી આવતા શંકાસ્પદ ટાટા ૪૦૭ ટેમ્પો (રજિસ્ટ્રેશન નંબર GJ-21-T-7732)ને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી અનામત વૃક્ષ ખેરના ૬૭ નંગ ટુકડા (આશરે ૨.૧૭૯ ઘન મીટર) નો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ ડ્રાઇવર પાસે ખેરના લાકડાના પરવહન માટેના પાસ-પરમિટ માંગતા તેની પાસે કોઈ કાયદેસરના આધાર-પુરાવા મળી આવ્યા ન હતા.
​પાસ-પરમિટ ન હોવાથી વન વિભાગે ગેરકાયદેસર ખેરના લાકડા, ટાટા ટેમ્પો અને ડ્રાઇવરની અટકાયત કરી મુદ્દામાલ ખેડપુર (મંડવી) ખાતેના ખાતાકીય ડેપોમાં જમા કરાવ્યો છે. આ અંગે ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. મહુવા રેંજ ફોરેસ્ટ ઓફિસર અને વન વિભાગનો સ્ટાફ સઘન તપાસ ચલાવી આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!