અંબિકાના પુના ગામની સીમમાં બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: એક ચાલક રસ્તાથી નીચે ખાબકતાં ગંભીર રીતે ઘવાયો.

SHARE:

અંબિકાના પુના ગામની સીમમાં બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: એક ચાલક રસ્તાથી નીચે ખાબકતાં ગંભીર રીતે ઘવાયો.

​
અંબિકા:-વાંસકુઈ-અનાવલ સ્ટેટ હાઇવે પર આવેલી પુના ગામની સીમમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી બે મોટરસાયકલો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
​મળતી માહિતી મુજબ, વાંસકુઈ-અનાવલ સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહેલી બે મોટરસાયકલ પુના ગામની સીમમાં અચાનક સામસામે ભટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતાં જ બંને બાઇકચાલકો રોડ પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં એક બાઇકચાલક રોડની સાઇડમાં આવેલી ઊંડી જગ્યામાં ખાબકતાં તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
​દુર્ઘટના સર્જાતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિકોએ તાકીદે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલકને પ્રથમ સારવાર અર્થે ૧૦૮ મારફતે અનાવલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની નાજુક સ્થિતિને ધ્યાને રાખી વધુ વધુ તબીબી સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!