મહુવા તાલુકા પંચાયત ની યોજાયેલ સામાન્ય સભા વિપક્ષના હોબાળા વચ્ચે ઉગ્ર વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી.
તાલુકા પંચાયત મહુવામાં પ્રમુખ ઉપપ્રમુખની નવા ટર્મની વરણી બાદ યોજાયેલ સામાન્ય સભામાં વાતાવરણ ગરમાયું હતું.સામાન્ય સભામાં સભાના પ્રમુખની વરણી બાદ વિપક્ષ દ્વારા કરવામાં આવેલ સવાલોના સંતોષકારક જવા નહિ મળ્યા હોવાના આક્ષેપ સાથે સવાલોનો મારો ચલાવ્યો હતો.ત્યારે વિપક્ષ અને સાશકોના આક્ષેપ પ્રતિ -આક્ષેપો વચ્ચે વાતાવરણ ગરમાયું હતું.તાલુકા પંચાયત મહુવાની સામાન્ય સભા વધુ એક વખત ગરમાગરમી વચ્ચે યોજાઈ હતી,
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સવાલોના સંતોષકારક જવાબ નહિ આપવા મુદ્દે અગાઉ ધરણાં પ્રદર્શન પણ યોજાય ચૂક્યા છે ત્યારે વધુ એકવાર સામાન્ય સભામાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું.વિપક્ષના તાલુકા પંચાયત સદસ્ય પરિમલ પટેલે આ સામાંન્ય સભામાં થયેલ કાર્યવાહી ના અસંતોષ સાથે તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિકાસ કમિશનર ને લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે






