સરકારી કોલેજ કાછલ ખાતે ‘ઉદ્દીશા’ અંતર્ગત “ઇંગ્લિશ ફોર ધ વર્કપ્લેસ” વિષય પર નિષ્ણાંત વ્યાખ્યાન યોજાયું

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલ ખાતે ‘ઉદ્દીશા’ સેલ અંતર્ગત કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તા. 17/08/2026ના રોજ “Basic English Language and Communication” વિષય પર એક વિશેષ લેક્ચર સિરીઝનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં નવસારી સ્થિત નારન લાલા એમ.બી.એ. કોલેજના પ્રાધ્યાપક ડૉ. વિશાલ માલી સાહેબે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને “English for the Workplace” વિષય પર વિદ્યાર્થીઓને અત્યંત રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે વ્યવસાયિક ક્ષેત્રે જરૂરી એવા ઈમેલ રાઇટિંગ, અરજી લેખન, ટેઇલરિંગ ટીચિંગ (Tailing Teaching), તેમજ મૌખિક અને લેખિત સંવાદ (Oral and written communication) વગેરે મુદ્દાઓ પર વિવિધ ઉદાહરણો સાથે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઇન્ટરેક્ટિવ સત્રમાં વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરીએ વિદ્યાર્થીઓને સંબોધતા જીવનમાં શિક્ષણનું વાસ્તવિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે આજના આધુનિક અને ટેક્નોલૉજીના યુગમાં કારકિર્દી ઘડતર માટે પાયાના અંગ્રેજી (Basic English) જ્ઞાનની કેટલી આવશ્યકતા છે, તે અંગે વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ નિષ્ણાંત વ્યાખ્યાનમાં કોલેજના બી.કોમ. અને બી.એસસી. શાખાના તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા, આયોજન અને સુચારુ સંચાલન ‘ઉદ્દીશા’ના કો-ઓર્ડિનેટર પ્રા. આશા ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.



