વલવાડા ખાતે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઇ

SHARE:

વલવાડા ખાતે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ: ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા

​અંબિકા/વલવાડા:અંબિકા તાલુકાના વલવાડા ગામ ખાતે આજે દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સ્થાનિક પ્રજાજનો, શાળાઓના બાળકો અને વહીવટી તંત્રે ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી સમગ્ર વલવાડા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું.​આ પ્રસંગે મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ,ઉપપ્રમુખ અનિલભાઈ મેસુરીયા તેમજ તાલુકા પંચાયતના વિવિધ સદસ્યોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.​વહીવટી તંત્ર તરફથી મામલતદાર ધવલભાઇ બેન્કર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) પિનાકીનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.મહુવા પોલીસ નો સ્ટાફ તિરંગા યાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું જ્યારે  સંગઠનમાંથી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ગરાસીયા તથા મહામંત્રી યોગેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.​યાત્રા દરમિયાન વિવિધ શાળાઓના માસુમ બાળકો હાથમાં રાષ્ટ્રધ્વજ ‘તિરંગો’ લઈને “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના દેશભક્તિપૂર્ણ નારાઓ સાથે જોડાયા હતા. ગામના સ્થાનિક આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈને દેશના અમર શહીદો અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!