સરકારી કોલેજ કાછલમાં ‘ઉદ્દીશા’ અંતર્ગત Basic English લેક્ચર સિરીઝ શરૂ

SHARE:

સરકારી કોલેજ કાછલમાં ‘ઉદ્દીશા’ અંતર્ગત ‘બેઝિક ઈંગ્લિશ લેંગ્વેજ એન્ડ કમ્યુનિકેશન’ લેક્ચર સિરીઝનો પ્રારંભ

મહુવા/​કાછલ:સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલ ખાતે ‘ઉદ્દીશા’ ક્લબ અંતર્ગત “Basic English Language and Communication” વિષય પર વિશેષ લેક્ચર સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે.
​આ કાર્યક્રમના પ્રથમ ચરણમાં સરકારી બી.એડ કોલેજ કાછલના પ્રાધ્યાપક ડૉ. રોહિત વાળંદ સાહેબે “Developing Fluency” વિષય પર એક અત્યંત રસપ્રદ અને માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને રોજિંદા વ્યવહારમાં ઉપયોગી એવા ક્રિયાપદો (Verbs) અને કાળ (Tenses) અંગેની વ્યાકરણાત્મક સમજ સરળ ઉદાહરણો સાથે પૂરી પાડી હતી.
​કાર્યક્રમ દરમિયાન કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન ટેક્નોલૉજી અને સ્પર્ધાત્મક યુગમાં બેઝિક અંગ્રેજી જ્ઞાન ખૂબ જ અનિવાર્ય છે. તેમણે જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે પ્રેરિત કર્યા હતા.આ લેક્ચર સિરીઝમાં બી.કોમ. અને બી.એસ.સી.ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન ‘ઉદ્દીશા’ના કો-ઓર્ડિનેટર પ્રા. આશા ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!