મહુવા તાલુકાના ફૂલવાડી-ખરવાણ -સાંબા- ભોરિયા- વલવાડા રોડ પર ટ્રીમિંગ-કટીંગ કામગીરીથી વાહનચાલકોની વિઝિબિલીટીમાં વધારો થયો

SHARE:

મહુવા તાલુકાના ફૂલવાડી-ખરવાણ -સાંબા- ભોરિયા- વલવાડા રોડ પર ટ્રીમિંગ-કટીંગ કામગીરીથી વાહનચાલકોની વિઝિબિલીટીમાં વધારો થયો

માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ સેફ્ટીને પ્રાથમિકતા આપી રોડની બંને બાજુના ઝાડી-ઝાંખરા અને ઘાસ દૂર કરાયા

મહુવા તાલુકાના ફૂલવાડી- ખરવાણ- સાંબા-ભોરિયા- વલવાડા રોડ પર વાહનચાલકોની સુરક્ષા અને સરળ અવરજવરને સુનિશ્ચિત કરવાના હેતુથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા વ્યાપક જંગલ કટીંગ અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી ઋતુને કારણે માર્ગની બંને બાજુએ ઝડપથી વધી ગયેલ ઝાડી-ઝાંખરાથી સ્પીડ લિમિટ બોર્ડ, ચેતવણી સૂચક બોર્ડ તથા દિશા સૂચક સાઇનેજ ઢંકાયેલા રહેતા હતા, જેના નિવારણ માટે મજૂરો અને જરૂરી મશીનરીની મદદથી રસ્તાની આસપાસના આ અવરોધો દૂર કરવામાં આવ્યા છે.
આ વિશેષ અભિયાન અંતર્ગત માર્ગ પર આવેલા જોખમી વળાંકો, સાંકડા ભાગો અને અકસ્માત સંભવિત વિસ્તારોમાં વિઝિબિલિટી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી રાત્રિના સમયે તેમજ પ્રતિકૂળ વાતાવરણમાં પણ વાહનચાલકો સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે. અધિકારીઓની દેખરેખ હેઠળ પૂર્ણ થયેલી આ ગુણવત્તાસભર કામગીરીથી હવે રોડ સાઇનેજ અત્યંત સ્પષ્ટ દેખાશે અને માર્ગ પરના અકસ્માતોની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!