મહુવા તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદથી કોતરમાં તણાઈ જવાથી ૨૫ વર્ષીય યુવકનું કરુણ મોત.

SHARE:

ઉપરવાસમાં ભારે વરસાદથી કોતરના ઊંડા પાણીમાં તણાઈ જવાથી ૨૫ વર્ષીય યુવકનું મોત

​મહુવા | ધ સત્યમેવ ન્યૂઝ
​સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ભારે વરસાદને કારણે એક કરુણ અકસ્માત સર્જાયો છે. મહુવાના ભુતાડ ફળિયામાં રહેતો ૨૫ વર્ષીય યુવાન ભેંસો ચરાવવા ગયો હતો ત્યારે ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કોતરમાં પાણીનું વહેણ અચાનક વધી જતાં તે ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
​મળતી માહિતી મુજબ, મહુવા ગામના ભુતાડ ફળિયા ખાતે રહેતો પ્રકાશભાઈ અરવિંદભાઈ રવજીભાઈ હળપતિ (ઉં.વ. ૨૫, ધંધો: મજૂરી) ગત તારીખ ૩૧/૦૭/૨૦૨૬ ના રોજ સાંજે ઈરફાન સઇદ શેખ નાઓની ભેંસો ચરાવવા માટે બીડ ફળિયાના ગૌચર વિસ્તારમાં ગયો હતો. દરમિયાન, ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક વરસાદના કારણે નજીકમાં આવેલ કોતરમાં પાણીની આવક અચાનક વધી ગઈ હતી અને વહેણ અત્યંત ઝડપી બન્યું હતું. ગૌચર નજીક આવેલ કોતરના ઊંડા પાણીમાં પ્રકાશભાઈ તણાઈ જતાં ડૂબી જવાથી તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
​આ ઘટના અંગે મૃતકના સગાં ભીખીબેન રાજુભાઈ મગનભાઈ હળપતિ (ઉં.વ. ૪૫) દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતાં પોલીસે તારીખ ૦૨/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧૬:૪૫ વાગ્યે અકસ્માતે મોત નં. ૨૬/૨૦૨૬ (BNSS ૨૦૨૩ ની કલમ-૧૯૪ મુજબ) હેઠળ કેસ નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!