સુરતના ડુમ્મસ, સુવાલી બીચ અને સી-ફેઝ વિસ્તારમાં દરિયાકિનારે જવા પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું

SHARE:

સુરતના ડુમ્મસ, સુવાલી બીચ અને સી-ફેઝ વિસ્તારમાં દરિયાકિનારે જવા પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું

સુરત શહેરમાં હાલમાં પડી રહેલા ભારે વરસાદ તેમજ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત શહેર ઇ.પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીરે દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર તા.૩૧/૦૭/૨૦૨૬ સુધી સુરત શહેર કમિશનરેટ વિસ્તારમાં આવેલા ડુમ્મસ બીચ, સુવાલી બીચ અને સી-ફેઝ વિસ્તારમાં લોકો માટે દરિયાકિનારે ફરવા કે દરિયાના પાણીમાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સરકારી ફરજ કે સરકારી કામગીરીમાં રોકાયેલા હોય તેવા તમામ સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!