ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાનું પરિણામ જાહેર: ૧ ઓગસ્ટથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે.
સચિવશ્રી, લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજ્યના જુદા જુદા કેન્દ્રો પર તા. ૧૩ થી ૧૬ મે, ૨૦૨૬ દરમિયાન ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનું પરિણામ ખાતાની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ પોતાનુ પરિણામ CEICED ના પોર્ટલ પર LOGIN કરી APPLICATION STATUS માં જઈ તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૬થી ડાઉનલોડ કરી શકશે.





