આદિવાસી વિસ્તારના યુવાનો માટે એક જ સ્થળે તમામ સુવિધા: વસરાઈમાં 810 વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડ તાલીમ બાદ સર્ટિફિકેટ અપાયા

SHARE:

દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ, વસરાઈ દ્વારા GSRTC માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એનાયત

સુરત,અંબિકા:-સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે  કાર્યરત દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત દિશા નોલેજ હબ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ડ્રાઇવર તથા કન્ડક્ટરની ભરતી માટે જરૂરી રેડક્રોસ સોસાયટી માન્ય અલગ અલગ બેચમાં 16 કલાકની ફર્સ્ટ એડ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ દોઢ મહિના સુધી ચાલી હતી. અમદાવાદ અને સુરત રેડક્રોસ સોસાયટીના સહયોગથી વસરાઈ ખાતે યોજાયેલા તાલીમ કેમ્પમાં કુલ 810 વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડ તાલીમ પૂર્ણ કર્યાના પ્રમાણપત્રો (સર્ટિફિકેટ) એનાયત કરવામાં આવ્યા હતા. GSRTC ભરતી પ્રક્રિયામાં આ પ્રમાણપત્ર મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે જરૂરી બનતું હોવાથી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ તાલીમમાં માંડવી, ઉમરપાડા, વ્યારા, ઉચ્છલ, ડોલવણ, વાંસદા, વધઈ, ધરમપુર, કપરાડા તથા વલસાડ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાયા હતા.

દિશા નોલેજ હબ દ્વારા ઉમેદવારોને માત્ર તાલીમ જ નહીં, પરંતુ ઓનલાઇન અરજી, મેડિકલ ફિટનેસ, એફિડેવિટ સહિતની તમામ પ્રક્રિયાની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે દૂર-દરાજના આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળ્યો હતો.

આ ઉપરાંત, આગામી ત્રણ મહિનામાં યોજાનારી GSRTCની લેખિત પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો માટે ઓનલાઇન માર્ગદર્શન અને કોચિંગ ક્લાસની પણ શરૂઆત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ વધુ સારી તૈયારી કરી શકે.

દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના યુવાનોને રોજગારલક્ષી માર્ગદર્શન અને જરૂરી તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો આ પ્રયાસમાં શ્રી દિનેશભાઈ અને શ્રી બલરામભાઈ શ્રી જિમિલ ભાઈવિદ્યાર્થીઓ અને વાલીઓમાં પ્રશંસાનું કારણ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!