ભારે વરસાદની આફત:અંબિકા તાલુકાનું વહેવલ ગામ ચાર ભાગમાં વહેંચાયું,સંપર્ક તૂટ્યો

SHARE:

ભારે વરસાદની આફત:અંબિકા તાલુકાનું વહેવલ ગામ ચાર ભાગમાં વહેંચાયું,સંપર્ક તૂટ્યો

અંબિકા તાલુકામાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર અને અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.ભારે વરસાદને પગલે તાલુકાના વહેવલ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પુલિયા (કોઝવે) પાણીમાં ગરકાવ થઈ જતાં આખું વહેવલ ગામનો સંપર્ક તૂટીને ચાર ભાગમાં વહેંચાઈ ગયું છે.સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગામના આંતરિક રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે વાહનવ્યવહાર અને અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.ગામના મુખ્ય ચાર માર્ગો બંધ થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં નિશાળ ફળિયાથી ખુટી ફળિયા તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ.સેવાપુરી ફળિયાથી ખુટી ફળિયુ જોડતો માર્ગ પણ બંધ.હટવાડા ફળિયાથી ઝાડી ફળિયા વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો.ખુટી ફળિયાથી દાજીડા તરફ જતા રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર બંધ સ્થિતિ ચિંતાજનક બની જવા પામી છે ગામના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પુલિયા પાણીમાં ડૂબી જતાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. ગ્રામજનોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. જો વરસાદનું જોર આવું જ રહ્યું તો સ્થિતિ વધુ વણસી શકે છે.વહીવટી તંત્ર દ્વારા હાલ એલર્ટ મોડમાં છે તમામ ડૂબાવ કોઝવે પર બેરીકેટ લગાવી વાહન વ્યવહાર ને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!