ભયાનક વરસાદી માહોલ:મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર પાણી ભરાયાવાહનચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર!

SHARE:

ભયાનક વરસાદી માહોલ:મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર પાણી ભરાયાવાહનચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર!

કુદરતનો કહેર: કરચેલીયાનું આખું હાટ બજાર પાણીમાં ગરકાવ

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા, કરચેલીયાનું હાટ બજાર પાણીમાં ગરકાવ થતાં નાના વેપારીઓ પાયમાલ

વાહનચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર: તાલુકાના અનેક આંતરિક માર્ગો બંધ થતા કનેક્ટિવિટી ખોરવાઈ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે સુરત જિલ્લાના મૂળ મહુવા અને નવનિર્મિત અંબિકા તાલુકામાં પૂર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને લીધે નીચાણવાળા મુખ્ય માર્ગો અને હાઇવે પર ફરી વળ્યા છે.પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા જોખમી મુસાફરી જોવા મળી છે ભારે વરસાદના પગલે મહુવા તેમજ અંબિકા તાલુકાને સાંકળતા મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે.મહુવા તાલુકાના કાછલ અને કરચેલીયા પંથક તેમજ અંબિકા તાલુકાના વલવાડાથી અનાવલ તરફ અને વલવાડાથી કાંકરીયા જતા માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જળમગ્ન હોવા છતાં અને પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવા છતાં,વાહનચાલકો પોતાના જીવના જોખમે વાહનો હંકારીને માર્ગ પસાર કરતા નજરે પડ્યા હતા.તો બીજી તરફ હાટ બજારમાં પૂરના પાણી ઘૂસ્યા હતા વેપારીઓની આજીવિકા જોખમમાં
કુદરતી પ્રકોપની સૌથી વરવી અસર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી છે.મહુવા તાલુકાના મુખ્ય વ્યાપારી કેન્દ્ર ગણાતા કરચેલીયા ગામે દર મંગળવારે પરંપરાગત હાટ બજાર ભરાય છે, જેમાં આસપાસના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના નાના વેપારીઓ પોતાની આજીવિકા મેળવવા માટે દુકાનો અને લારી-ગલ્લા લગાવે છે.મંગળવારના રોજ અચાનક ધસમસતા વરસાદી પાણી આખા હાટ બજારના મેદાન અને રસ્તાઓ પર ફરી વળતા બજાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.પાણી એટલી ઝડપે વધ્યું કે વેપારીઓને પોતાનો સામાન બચાવવાનો મોકો પણ ન મળ્યો. અચાનક વરસેલા ધોધમાર વરસાદ પગલે ધંધો રોજગાર ગુમાવવાનો વારો આવતા નાના વેપારીઓને માથે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે.તો મહુવા તેમજ અંબિકા તાલુકામાં કુલ 6 જેટલા રસ્તાઓ વહીવટી તંત્ર દ્વારા બંધ કરવાની ફરજ પડી હતી જેમાં સાંજે ચાર કલાક સુધીમાં મળેલી માહિતી અનુસાર મહુવાના પાંચ અને અંબિકા નો એક કરતાં વધુ રસ્તાઓ સંપૂર્ણ બંધ કરવાની ફરજ પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!