Traffic Tail

સચિન હોમગાર્ડ અને પોલીસની સતર્કતાથી ગુમ થયેલી ત્રણ વર્ષીય બાળકી માતા-પિતાને સુરક્ષિત સોંપાઈ.

SHARE:

સચિન હોમગાર્ડ અને પોલીસની સતર્કતાથી ગુમ થયેલી ત્રણ વર્ષીય બાળકી માતા-પિતાને સુરક્ષિત સોંપાઈ.

કનકપુર વિસ્તારમાંથી ગુમ બાળકીની શોધખોળ કરી હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડરે પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન

 

સચિનના કનકપુર ચોકી વિસ્તારમાંથી એક નાની બાળકી ગુમ થઈ ગઈ હતી. રડતી હાલતમાં આ બાળકી સુભાષ ચોક નજીકના જાહેર માર્ગ પર એક મહિલાને મળી આવી હતી.
આ અંગે જાણ થતાં સચિન હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા પ્લાટૂન કમાન્ડર શ્રી પ્રકાશભાઈ મૌર્ય તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને બાળકીને સુરક્ષિત રાખી તેની ઓળખ તથા વાલી-વારસદારની શોધખોળ શરૂ કરી હતી. બાળકીને લઈને આસપાસની સોસાયટીઓમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતમાં માતા-પિતાનો કોઈ પત્તો મળ્યો નહોતો.
ત્યારબાદ સતત શોધખોળ ચાલુ રાખતાં થોડા સમય બાદ બાળકીના માતા-પિતા મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ૩ વર્ષની આ બાળકીનું નામ લાડો રાજકુમાર પાલ હોવાનું તેમજ ૩૪, ભારતરત્ન સોસાયટી, કનકપુર, સચિન ખાતે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. તેનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે.
બાળકી અંગે જરૂરી ખરાઈ અને ઓળખની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પ્લાટૂન કમાન્ડર શ્રી પ્રકાશ મૌર્ય દ્વારા બાળકીને કનકપુર ચોકી ખાતે તેના માતા-પિતાને સહીસલામત સોંપવામાં આવી હતી. બાળકી સુરક્ષિત મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને હોમગાર્ડ તથા પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કામગીરી સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પી. એન. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!