સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ ઉમરપાડામાં સૌથી વધુ ૪૫ મિમી વરસાદ, જિલ્લાની સરેરાશ ૧૧.૬૭ મિમી નોંધાઈ.
સુરત, ૨૨ જૂન:સુરત જિલ્લામાં ચોમાસાની વિધિવત ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, ૨૨ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થતા સમયગાળા દરમિયાન સુરત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. આજે સમગ્ર જિલ્લામાં સરેરાશ ૧૧.૬૭ મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૩૦.4૨ મિમી પર પહોંચી ગયો છે.
ઉમરપાડામાં આશરે ૨ ઇંચ વરસાદ આજના વરસાદમાં સૌથી વધુ પ્રભાવિત ઉમરપાડા તાલુકો રહ્યો છે, જ્યાં સવારના સમયગાળા દરમિયાન ધોધમાર ૪૫ મિમી (આશરે ૨ ઇંચ) વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં અત્યાર સુધીનો કુલ સીઝનનો વરસાદ ૧૧૭ મિમી થઈ ગયો છે,જે જિલ્લામાં સૌથી વધારે છે.આ ઉપરાંત અરેઠમાં ૨૬ મિમી અને અંબિકા વિસ્તારમાં ૨૫ મિમી વરસાદ નોંધાયો છે.સુરત શહેરમાં સવારે ૧૫ મિમી વરસાદ સુરત શહેરમાં પણ ૧૫ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો,જેના કારણે સવારના સમયે ઓફિસ અને શાળાએ જતા વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મુખ્ય આંકડાઓ એક નજરે (તાલુકાવાર આજનો વરસાદ):
ઉમરપાડા:૪૫ મિમી (કુલ: ૧૧૭ મિમી)
અરેઠ: ૨૬ મિમી (કુલ: ૨૯ મિમી)
અંબિકા:૨૫ મિમી (કુલ: ૪૯ મિમી)
સુરત શહેર:૧૫ મિમી (કુલ: ૨૯ મિમી)
મહુવા:૧૨ મિમી (કુલ: ૪૪ મિમી)
કામરેજ: ૬ મિમી (કુલ: ૫૦ મિમી)
ચોર્યાસી:૫ મિમી (કુલ: ૫ મિમી)
પલસાણા: ૫ મિમી (કુલ: ૧૨ મિમી)
માંડવી:૧ મિમી (કુલ: ૪ મિમી)
ઓલપાડ, માંગરોળ, બારડોલી:૦ મિમી (આજે મેઘરાજા શાંત રહ્યા)
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ જિલ્લામાં હજુ પણ વરસાદી ઝાપટા પડી શકે છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.





