જન ભાગીદારી-સબસે દૂર, સબસે પહેલે અભિયાન: સુરત જિલ્લો

SHARE:

જન ભાગીદારી-સબસે દૂર, સબસે પહેલે અભિયાન: સુરત જિલ્લો

અંબિકા તાલુકાની પુના પ્રા.શાળા ખાતે યોજાનારા વિશેષ કેમ્પ હેઠળ વાંક, અલગત, બુટવાડા, પુના, વસરાઈ, કાંકરિયા, સાંબા, ભોરિયા અને વલવાડા સહિતના ગામોને મળશે લાભ

આદિવાસી સમુદાયોના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે દેશવ્યાપી ‘જન ભાગીદારી- સૌથી દૂર, સૌથી પહેલા’ અભિયાન હેઠળ તા.૨૦/૫/૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકથી સુરત જિલ્લાના અંબિકા તાલુકાની પુના પ્રાથમિક શાળા ખાતે વિશેષ કેમ્પ યોજાશે. જેમાં વાંક, અલગત, બુટવાડા, પુના, વસરાઈ, કાંકરિયા, સાંબા, ભોરિયા અને વલવાડા સહિતના ગામોને આવરી લેવામાં આવશે.
આ કેમ્પમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ યોજના, રેશનકાર્ડ, આધારકાર્ડ, જાતિ અને ડોમિસાઇલ પ્રમાણપત્રો, વિધવા અને દિવ્યાંગ પેન્શન સહાય તેમજ પીએમ ઉજ્જવલા યોજના જેવી પાયાની સેવાઓ પૂરી પાડવામાં આવશે, જેના માટે સ્થળ પર જ નોટરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન ભારત કાર્ડ, પીએમ માતૃવંદના યોજના, સીકલ સેલ નાબૂદી અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!