Traffic Tail

મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને મહુવા, અંબિકા તાલુકાના ગામોમાં પીવાના પાણી તેમજ રસ્તાઓની ખુટતી સુવિધાઓના અંગે સમીક્ષા બેઠક મળી.

SHARE:

મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને મહુવા, અંબિકા તાલુકાના ગામોમાં પીવાના પાણી તેમજ રસ્તાઓની ખુટતી સુવિધાઓના અંગે સમીક્ષા બેઠક મળી.

જુની અને જર્જરીત ટાંકીઓ તોડી તેને સ્થાને નવી ટાંકીઓ બનાવીને ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત પાણી પુરવઠો પહોચે તે સુનિશ્વિત કરવાની તાકીદ કરતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા

મહુવા વિધાનસભાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને મહુવા, અંબિકા તાલુકા મથકે પીવાના પાણી તેમજ રસ્તાઓની ખુટતી સુવિધાઓના આયોજન અંગે તમામ વિકાસના કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક મહુવા, અંબિકા તાલુકાઓના ગામના સરપંચો તથા મહુવા વિધાનસભામાં સમાવિષ્ટ બારડોલી તાલુકાના ગામોના સરપંચો, પદાધિકારીઓ તથા જે તે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ગામના સરપંચો દ્વારા પીવાના પાણી અંગે જુની ટાંકીઓના સ્થાને નવી બનાવવા તથા રસ્તાઓની મરામત તથા અન્ય ખુટતી સુવિધાઓના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે ધારાસભ્યશ્રી મોહનભાઈએ મહુવા અને અંબિકા તાલુકાઓમાં ઉનાળાની સિઝનમાં જલ સે નલ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠો નિયમિત મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. ધારાસભ્યએ જે ગામોમાં પાણીની ટાંકીઓ જર્જરીત થઈ હોય તેને તોડીને નવી બનાવી પાઈપલાઈનોની મરામત કરીને પાણી પુરવઠો નિયમિત પહોચે તે માટે અધિકારીઓને સુચના આપી હતી.
આ ઉપરાંત આગામી સમયમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઈને ડીજીવીસીએલના અધિકારીઓને વીજળીના ઝૂલતા કે લટકતા તારોને મજબુત કરીને પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મહુવા, અંબિકા અને બારડોલી તાલુકાના સરપંચો, વાસ્મો, પાણી પુરવઠા, વનવિભાગ, ડીજીવીસીએલ, સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!