ઉમરા હાટ બજારમાં વાવાઝોડાથી ભારે નુકસાન

SHARE:

ઉમરા હાટ બજારમાં વાવાઝોડાથી ભારે નુકસાન

વાવાઝોડાના પગલે ઉમરા હાટ બજારના ભયાવહ દ્રશ્યો.

હવામાન વિભાગ ની આગાહીના પગલે મહુવા તેમજ અંબિકા માં વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે ત્યારે અંબિકા તાલુકાના ઉમરા ગામે ગુરુવારે ભરાતા હાટ બજારમાં તબાહી ના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે.વાવાઝોડાના પગલે આદિવાસી સમાજના નાના મોટો વ્યવસાય કરી હાટ બજારથી જીવન ગુજરાત લોકો પર અચાનક મોટી આફત આવી પડતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.ઉમરા ગામે ભરાતા આ હાટ બજારમાં વાવાઝોડા એ ભારે તબાહી મચાવી દીધી છે.ભારે પવન ફૂંકાતા હાટ બજારમાં અફરા તફરી ની સ્થિતિ સર્જાઈ હતી તો વેપારીઓ પોતાના માલ સામાન ને બચાવવા ભારે જહેમત ઉઠાવતા નજરે પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!