સરકારી બી.એડ્. કૉલેજ, કાછલમાં “Educational Technology & Innovation” વિષયક 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ સંપન્ન

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને KCG અંતર્ગત કાર્યરત ‘ઈનોવેશન ક્લબ’ પ્રકલ્પ હેઠળ સરકારી બી.એડ્. કૉલેજ, કાછલ દ્વારા તાલીમાર્થીઓ માટે “Educational Technology & Innovation” વિષયક 30 કલાકના સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોર્સનો હેતુ તાલીમાર્થીઓમાં આધુનિક શૈક્ષણિક ટેકનોલોજી અને નવીનતા પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ તેમના શિક્ષણ કૌશલ્યોને વિકસાવવાનો છે.
આ કોર્સમાં નિષ્ણાત તરીકે શ્રી સ્મિત પારેખ અને શ્રી હરિश्वર સુરૂ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંકલન ડૉ. પ્રિયંકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રેરણાસ્ત્રોત આચાર્યશ્રી ડૉ. ભાવેશ ઠક્કરનું માર્ગદર્શન નિર્ણાયક રહ્યું હતું. સર્ટિફિકેટ વિતરણ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયેલા આ કોર્સ દ્વારા તાલીમાર્થીઓને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ સાથે પરિચિત કરાવવા અને તેમની વ્યાવસાયિક કુશળતાઓમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.





