Traffic Tail

પુના ગામની આદિમજૂથની 8 વર્ષીય બાળકીનું પરિવાર સાથે મિલન.

SHARE:

પુના ગામની આદિમજૂથની 8 વર્ષીય બાળકીનું પરિવાર સાથે મિલન.

તરકાણી નહેર પર મળી આવેલ 8 વર્ષીય બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી પોલીસ.

 

અંબિકા તાલુકાના તરકાણી ગામની સીમમાંથી પસાર થતી નહેર નજીક એક બાળકી રડી રહી હતી જેને સ્થાનિકે જોતા અજાણી બાળકી હોય અને રડતું બાળક જોઈને જાગૃત નાગરિક દ્વારા 112 પર કોલ કરી જાણ કરવામાં આવી હતી.112 પર જાણ થતાં પોલીસ તરત તરકાણી નહેર નજીક પહોંચી હતી 8 વર્ષીય બાળકી ના અતિ રુદન વચ્ચે પોલીસે બાળકી ને ખુબજ પ્રેમાળ શબ્દોમાં પૂછ પરછ કરતા આઠ વર્ષીય બાળકી એ પોતાનું નામ સરનામું જણાવ્યું હતું આ આઠ વર્ષીય બાળકી હાલ એમના કાકા જોડે રહે પુના ગામે રહે છે એમના પિતા વિરલભાઈ કોળઘા મજૂરી કામ કરે છે જયારે બાળકી ની નાની ઉંમરમાં જ માતાનું નિધન થયું હતું બાળકી ની સાર સંભાળ એમના કાકા કરી રહ્યાં છે આ આઠ વર્ષીય બાળક ખુબજ ગરીબ પરિવારની આદિમજૂથ ની દીકરી છે છતાં પણ આજે આ દીકરી ને એનું ભણતર ખુબજ ઉપયોગી નિવડ્યું હતું જેથી પોલીસ ને નામ સરનામાં ની જાણ કરાતા પોલિસ તરકાણી થી બાળકી ને લઈને પુના ગામે વાલી વારસા સાથે દીકરીનું સુખદ મિલન કરાવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!