મહુવા અનાવલ રોડ પર કાર રોડની સાઈડમાં ખાબકી.

SHARE:

મહુવા અનાવલ રોડ પર કાર રોડની સાઈડમાં ખાબકી.

તરકાણી ના જંગલ વિસ્તામાં કાર ખાબકી ઈજાગ્રસ્તો ને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અંબિકા તાલુકાના વહેવલ તરકાણી વચ્ચે ના જંગલ વિસ્તારમાં એક ફોર વિલર કાર અચાનક રોડની સાઈડમાં ઉતરી જવા પામી હતી જોકે કાર રોડની સાઈડમાં ખાબકતા રાહદારીઓ તરત જ મદદે પહોંચી ગયા હતા અને ઘટના સ્થળે કારમાં સવાર ને બહાર કાઠવામાં આવ્યા હતા.તેમજ કારમાં સવાર ઇજાગ્રસ્તોને 108 મારફતે નજીકની અનાવલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.પ્રાથમિક જાણકારી મુજબ કારમાં સવાર તમામ નો આબાદ બચાવ થયો છે જ્યારે સામાન્ય ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!