બોર્ડની પરીક્ષા આજથી શરૂ પરિક્ષાર્થીઓને તિલક કરી પ્રવેશ અપાયો.
ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ખાતે બોર્ડના પરિક્ષાર્થીઓનું સ્વાગત કરાયું
અંબિકા તાલુકાના વલવાડા ખાતે આવેલ ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા પરીક્ષા કેન્દ્ર નંબર:6846 પર આજે ધોરણ 10 ના વિધાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી ખુબજ ઉત્સાહ સાથે પહોંચ્યા હતા જ્યાં શાળા ના પ્રમુખ સતિષભાઈ સહિત ટ્રસ્ટી મંડળ ના હોદ્દેદારો તેમજ મહુવા 170 વિધાનસભા ધારાસભ્ય ના પુત્ર અને સામાજિક,રાજકીય તેમજ સહકારી આગેવાન જમીન ઢોડીયા હાજર રહી પરિક્ષાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શુભકામનાઓ પાઠવી હતી.વલવાડા પરીક્ષા કેન્દ્ર પર ધોરણ સુધી 10 ની બોર્ડ ની પરીક્ષાના પ્રથમ દિવસે ગુજરાતી ના પેપરમાં કુલ 314 પરિક્ષાર્થી માંથી 312 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.ત્યારે મહુવા તેમજ અંબિકા તાલુકામાં સાંજ સુધીમાં કોઈપણ વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી પડી હોવાનું જાણવા મળ્યું નથી ત્યારે વાલીઓ પણ બોર્ડ ની પરીક્ષાના પ્રથમ દિવસે પોતાના બાળકો સાથે પરીક્ષા કેન્દ્ર બહાર પેપર પૂર્ણ થયું ત્યાં સુધી અડીખમ હાજર રહ્યા જોવા મળ્યા હતા.





