મહુવા ગામની સીમમાંથી ઇકો કારમાં લઈ જવાતો વિદેશીદારુ નો જથ્થો ઝડપાયો.
સુરત LCB ની ટીમે 7,08640 ના મુદ્દામાલ સાથે વિદેશીદારૂ ઝડપી પાડ્યો.
પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત વિગત મુજબ એચ.સી.મસાણી પોલીસ સબ ઇન્સ્પેકટર LCB તથા જિલ્લા પેરોલ ફ્લો સ્કવોર્ડના પોલીસ ની ટીમ સાથે સુરત જિલ્લા LCB ની અલગ અલગ ટીમો ચોક્ક્સ દિશામાં વર્કઆઉટ કરી અલગ અલગ વિસ્તારોમાં પ્રોહી-જુગારીની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ASI અરવિંદ બુઘીયા તેમજ અ.હે.કો નિલેશ જીતુભાઈ ને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ રંગની ઇકો કારમાં વિદેશીદારુ નો જથ્થો ભરી મહુવા તરફ જનાર છે બાતમી આધારે LCB પોલીસે મિયાપુર થી ઇકો કારનો પીછો કરતા ઇકો કાર ચાલક મહુવા ના પૂર્ણા નદીના જુના બ્રિજ નજીક કાર છોડી ભાગી છૂટ્યો હતો.મારુતિ ઇકો કાર નંબર GJ.19.BA.4441 ની તલાસી લેતા કારમાંથી વિદેશીદારુ ની નાની મોટી બોટલ નંગ-1224 કુલ્લે કિંમત રૂપિયા 3,08640/- જ્યારે વિદેશીદારુ ભરેલ કાર ની કિંમત રૂપિયા 4,00,000/- મળી કુલ્લે કિંમત રૂપિયા 7,08640/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ચાલક ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





