શુકલેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

SHARE:

શુકલેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા


અંબિકા તેમજ મહુવા તાલુકામાં ભક્તોની ભારે ભીડ

અંબિકા તાલુકાના અનાવલ ખાતે સ્થિત શુકલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી ના પાવન અવસરે દર વર્ષની જેમ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શિવાલય હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.એક દિવસીય ભરાતા શિવરાત્રી ના મેળામાં ભક્તોએ મેળાનો પણ આનંદ માણ્યો હતો તો બીજી તરફ વહેલી સવારથી શ્રદ્ધાળુઓની દર્શનાર્થે લાંબી કતાર જોવા મળી હતી.શુકલેશ્વર મંદિરે દર વર્ષે હજારો ની સંખ્યામાં ઉમડતા માનવ મહેરામણ ને ધ્યાનમાં રાખી મહુવા પોલીસે કાયદો અને વ્યવસ્થા ના ભાગ રૂપે સવારથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.ત્યારે મહુવા અને અંબિકા તાલુકામાં મોડી સાંજ સુધીમાં મળતી માહિતી અનુસાર કોઈપણ અઇચ્છનીય બનાવો જાણવા મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!