Traffic Tail

મહુવાના ધોળીકૂઈ ગામે યુવક લટાર મારવા નિકળ્યો મળ્યું મોત.

SHARE:

મહુવાના ધોળીકૂઈ ગામે યુવક લટાર મારવા નિકળ્યો મળ્યું મોત.

મહુવા તાલુકા ના ધોળીકુઇ ગામે રહેતો યુવક સાંજના સમયે લટાર મારવા નીકળ્યો હતો. આ સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી યુવક ને અડફટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવક નું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મહુવા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકા ના ધોળીકુઇ ગામે સુખલા ફળીયા માં રહેતો ધર્મેશ ચંદુ ગરાસિયા ઉ. વ. ૪૦ મોદી સાંજના સમયે પોતાના ઘર નજીક લટાર મારવા નીકળ્યો હતો. આ સમયે ધોળીકુઇ ગામ ની સીમ માં થી ફૂલવાડી તરફ જતા રસ્તા ઉપર પૂર્વઝડપે પસાર થયેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે હંકારી રસ્તે ચાલતા પસાર થતા ધર્મેશ ગરાસિયા ને અડફટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માત બાદ વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવક ને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયો હતો. પગ માં ફ્રેકચર અને અને માથા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાના નિદાન સાથે સારવાર ચાલુ કરાઈ હતી. પરંતુ ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. મહુવા પોલીસે મૃતક ના માતા ની ફરિયાદ આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી અને તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!