મહુવાના બારતાડ ગામે આગની ઘટના ફાયરની ટીમ ઘટના સ્થળે.

SHARE:

મહુવાના બારતાડ ગામે આગની ઘટના ફાયરની ટીમ ઘટના સ્થળે.

મહુવાના બારતાડ ગામે ગોળ બનાવવાના કોલના બગાસમાં આગ.


સુરત જિલ્લા ના મહુવા તાલુકાના બારતાડ ગામમાં વહેલી સવારમાં આગની ઘટના સામે આવી છે બારતાડ ગામે ચાલતા ગોળના કોલ નજીક ગોળ બનાવવા માટે રાખેલ વિશાળ બગાસના જથ્થામાં આગ લાગવા પામી હતી.વહેલી સવારમાં આગની ઘટના થી અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.ઘટના અંગે બારડોલી ફાયર વિભાગને જાણ કરાતા બારડોલી ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે જ્યારે આ આગની ઘટનામાં હજુ સુધી કોઈપણ જાનહાની ના સમાચાર જાણવા મળ્યા નથી જ્યારે બગાસના જથ્થાનું મોટા પાયે નુકસાન થયુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ આગની ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!