Traffic Tail

અંબિકા ના ઉમરા ગામે જંગલી ભૂંડે એક વ્યક્તિ ઉપર કર્યો જીવલેણ હુમલો..જુઓ હુમલા થી હોસ્પિટલ સુધીની હકીકત…..

SHARE:

અંબિકા ના ઉમરા ગામે જંગલી ભૂંડે એક વ્યક્તિ ઉપર કર્યો જીવલેણ હુમલો..જુઓ હુમલા થી હોસ્પિટલ સુધીની હકીકત…..

અંબિકા તાલુકા ના ઉમરા ગામે કમ્પાઉન્ડ વોલ બનાવતા કારીગર ઉપર જંગલી ભૂંડે હુમલો કરી ઇજા પહોંચાડતા તેનેબારડોલી ની સરદાર હોસ્પિટલ માં દાખલ કરાયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ ઉમરા ગામે પલાટ ફળીયા માં રહેતો નિલેશ રમણ પટેલ પોતે કમ્પાઉન્ડ વોલ નું ફેન્સિંગ કામગીરી કરી ગુજરાન ચલાવતો હતો. ગત રોજ ગામના રહીશ કેસુર મગન પટેલ ના ખેતર માં ફેન્સિંગ દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. બપોરના ૧ વાગ્યા ના સમય આસપાસ તે કુદરતી હાજતે ખેતરાડી માં ગયો હતો. આ સમયે અચાનક આવી ચડેલા એક જંગલી ભૂંડે નિલેશ પટેલ ઉપર હુમલો કરી તેના પગ ની પાની ફાડી નાખી ઇજા પહોંચાડી હતી. તેને તાબડતોબ સારવાર માટે બારડોલી ની સરદાર હોસ્પિટલ માં દાખલ કરાયો હતો. તેના પગ માં ઓપરેશન ની જરૂર જણાતા શ્રમજીવી ભારે ચિંતા માં જણાયો હતો.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!