Traffic Tail

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે વ્યસન મુક્તિ કાર્યકમ યોજાયો.

SHARE:

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે વ્યસન મુક્તિ કાર્યકમ યોજાયો.

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે નશામુક્વ્યત ભારત અભિયાન હેઠળ વ્સયસન મુક્તિ કાર્યકમ યોજાયો હતો. સુરત જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષશ્રી આર.એ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં તેમજ સચિવ અને એડી. સિનિયર સિવિલ ન્યાયાધીશશ્રી ડી.આર.જોષી દ્વારા નશા અંગે, એન.ડી.પી.એસના ગુન્હાઓ બાબતે કૈદીઓના હકક અને અધિકાર વિશે તથા પી.એલ.વી પ્રદિપ શિરસાઠ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યોજનાઓ/પ્રવૃતિઓ વિશે અને આલ્કોહોનિક્સ એનોનીમસ સંસ્થાના ઉલ્હાસભાઈ માળી, મહેન્દ્રભાઈ ટ્રેલર,અનિલભાઈ સાહુ, સચિનભાઈ સિતોલે દ્વારા કૈદીઓને વ્યસનથી દુર રાખવા અને તેમના જીવન ધોરણ સુધારા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં લાજપોર સેન્ટ્રલ જેલના સિનિયર જેલરશ્રી બી.પી.રબારી સાહેબ, જેલરશ્રી એલ.જે.ઝાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!