અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને મુખ્યમંત્રી ખુલ્લો મુકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૨૬મી ડિસેમ્બરે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાશેઃ
મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત જિલ્લામાં રૂ.૬૯૬.૫૩ કરોડના રસ્તા-પુલોના ૧૫ વિકાસકાર્યોનું ઇ-ખાતમુર્હુત થશેઃ
દક્ષિણ ગુજરાતના સુરત સહિત પાંચ જિલ્લાઓમાં રાજય હસ્તકના માર્ગ અને મકાન વિભાગના રૂા.૧૬૨ કરોડના ખર્ચે ૭ જેટલા રોડ-બ્રીજના કામોનું ખાતમુહૂર્ત થશેઃ
બારડોલી થી મહુવા સુધીના રસ્તાને રૂા.૬૧.૮૪ કરોડના ખર્ચે ફોર લેન કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત તથા રૂ.૧૩૬.૧૭ કરોડના ખર્ચે મહુવા અનાવલ રોડને ફોર-લેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશેઃ
મહુવા સુગર ફેકટરી ખાતે રૂા.૨૩ કરોડના ખર્ચે બાયોગેસ યુનીટનું લોકાર્પણ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૨૬મી ડિસેમ્બરે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાશે. દિશા ફાઉન્ડેશન અને ઘોડિયા સમાજ દ્વારા તા.૨૬ થી ૨૯ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન ટ્રાફબલ ટ્રેડ ફેરનું આયોજન કરાયું છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનેકવિધ વિકાસકામોનું ભુમિપુજન તથા લોકાર્પણ હાથ ધરાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સુરત જિલ્લામાં રૂ.૬૯૬.૫૩ કરોડના ખર્ચે વિવિધ રસ્તા અને પુલોના કુલ ૧૫ વિકાસકાર્યોનું ઇ-ખાતમુર્હુત થશે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં રાજય હસ્તકના માર્ગ અને મકાન વિભાગના રૂા.૧૬૨ કરોડના ખર્ચે ૭ જેટલા રોડ-બ્રીજના કામોનું ખાતમુહૂર્ત થશે. સુરત જિલ્લાના વિકાસકાર્યો અંતર્ગત કામરેજ, ઓલપાડ, મહુવા અને અંબિકા તાલુકાઓમાં આધુનિક માર્ગ સુવિધા અને બ્રિજ નિર્માણ થકી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે અને પ્રદેશના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.
કામરેજ તાલુકામાં રૂ.૯.૩૯ કરોડના ખર્ચે કામરેજ જંકશનથી કામરેજ ટાઉન રોડ પર બ્રિજ એપ્રોચ વર્ક, રોડ મિડિયન વર્ક, પેવર બ્લોક, સ્ટોર્મ વોટર લાઇન અને પ્રોટેક્શન વર્ક સહિતની કામગીરી તેમજ રૂ.૧૦ કરોડના ખર્ચે નાના વરાછા, સેવણી, વિહાણ રોડના વાયડનીંગ અને સ્ટ્રેન્થનીંગનું કામ હાથ ધરાશે.
ઓલપાડ તાલુકામાં રૂ.૧૬.૯૭ કરોડના ખર્ચે સરસાણા, કોબા, પારડી રોડ તથા રૂ. ૧૧.૪૨ કરોડના ખર્ચે સોંદલાખારા, નઘોઈ, કમરોલી રોડના વાયડનીંગ અને સ્ટ્રેન્થનીંગના કામો કરવામાં આવશે. ઉપરાંત રૂ.૩૫૩.૦૮ કરોડના ખર્ચે ફેઝ–૨ અંતર્ગત નવી લિંક રોડ દાંડી, મોર,પારડી ઝાંખરી, કાન્તિયાબાર સુધીના ૧૮ કિ.મી. લંબાઈના રસ્તાની કામગીરીનો આરંભ થશે.
મહુવા અને અંબિકા તાલુકામાં રૂ.૧૩૬.૧૭ કરોડના ખર્ચે મહુવા અનાવલ રોડને ફોર-લેન બનાવવાની કામગીરી, રૂ.૭૫ કરોડના ખર્ચે મહુવા બાયપાસ રોડ પર પૂર્ણા નદી ઉપર નવો બ્રિજ નિર્માણ તથા રૂ.૮૪.૫૦ કરોડના ખર્ચે મહુવા અનાવલ રોડ પર પાંચ બ્રિજો બનાવવાની કામગીરીનું ભુમિપુજનનો સમાવેશ થશે. આમ કુલ રૂ.૬૯૬.૫૩ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવશે.
આ કાર્યક્રમ થકી આદિવાસી વિસ્તારોના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેમજ સુરત જિલ્લાના માર્ગ માળખાંને નવી દિશા મળશે.
દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં રાજય હસ્તકના માર્ગ અને મકાન વિભાગના રૂા.૧૬૨ કરોડના ખર્ચે ૭ જેટલા રોડ-બ્રીજના કામોનું ખાતમુહૂર્ત થશેઃ
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રાજય સ્તરના રસ્તાઓના ખાતમુહૂર્તની વિગતો જોઈએ તો સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી થી મહુવા સુધી ૧૧ કિ.મીનો રસ્તો આવેલો છે જે હાલ ૧૦ મીટરમાંથી ફોર લેન કરવાની કામગીરી રૂા.૬૧.૮૪ કરોડના ખર્ચે હાથ ધરાશે. અંબિકા તાલુકામાં સાંબા બ્રહ્મદેવ ખાતે રૂા.૧૨.૫૦ કરોડના ખર્ચે બ્રીજનું કામ, રાજય ધોરી માર્ગ માંડવી શેરૂલા રોડ પર લીબી ગામે રૂા.છ કરોડના ખર્ચે જુના બ્રીજને તોડીને નવો બ્રીજ બનાવવામાં આવનાર છે. નવસારી જિલ્લાના સણવલ્લા, ટાંકલ, રાનકુવા, કરંજવેરી રોડ પર ખાતમુહૂર્ત, ડાંગ જિલ્લાના વધઈ ખાતે રૂા.૧૬ કરોડના ખર્ચે માનમોડી અને બારીપાડા, સુરગણા રોડ પર નવા બ્રીજનું કામ, નવસારી જિલ્લાના ચીખલી ખાતે ખાપરી નદી પર રૂા.૩૨ કરોડના ખર્ચે નવા બ્રીજનું કામ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ભુરવડ ગામે દમણ ગંગા નદી પર રૂા.૨૬ કરોડના ખર્ચે નવા બ્રીજનું ખાતમુહૂર્ત થશે. ડાંગના આહવા ખાતે ચિચલી બાબુલધાટ થી ડોન ગામને જોડાતા રૂા.૭.૭૧ કરોડના ખર્ચના રસ્તાનું ખાતમુહૂર્ત તથા વધઈ ખાતે રૂ.૧૬ કરોડના ખર્ચે માનમોડી થી બારીપાડાને જોડતા નવા બ્રીજનું કામ,
મહુવા સુગર ફેકટરી ખાતે રૂા.૨૩ કરોડના ખર્ચે બાયોગેસ યુનીટનું લોકાર્પણ:
મહુવા સુગર ખાતે બાયોગેસ યુનિટનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં બાયોગેસ પ્લાન્ટ (કેપેસીટી પ્રતિ દિવસ ૧૯૫૦૦ m³), સી.પી.યુ. પ્લાન્ટ (કેપેસીટી પ્રતિ દિવસ ૬૨૦ m³), ઈવોપરેશન પ્લાન્ટ (કેપેસીટી પ્રતિ દિવસ ૫૦૦ m³) થઈ છે. બાયોગેસ પ્લાન્ટથી ઉત્પન્ન થયેલ ગેસ દ્વારા બોયલર ચાલશે. જેથી બગાસની બચત થશે. સી.પી.યુ.
પ્લાન્ટથી પાણીનું શુદ્ધિકરણ થશે. જેથી પાણીનો ફરીથી ઉપયોગ કરી શકાશે. જેના થકી પાણીની બચત થશે તેમજ ઈવોપરેશન પ્લાન્ટ તથા ડ્રાયર નાખવાથી સારી ગુણવત્તાવાળું પોટાશ ખાતર સભાસદોને સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાશે અને પર્યાવરણીય નિયમોનું પાલન થશે.





