તા.૨૯ ડિસેમ્બરે બારડોલી ડિવીઝન પોસ્ટ ઓફીસ ખાતે ‘ડાક અદાલત’ યોજાશે
તા.૨૬ ડિસેમ્બર સુધીમાં ટપાલ સેવા તથા પેન્શન સંબંધી સ્પષ્ટ અને મુદ્દાસર ફરિયાદો મોકલી આપવા અનુરોધ
આગામી તા.૨૯/૧૨/૨૦૨૫ને સોમવારે ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે બારડોલીના લીમડા ચોક સ્થિત બારડોલી ડિવિઝનની સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ ખાતે બપોરે ૩:૦૦ કલાકે ‘ડાક અદાલત’ યોજાશે. જેમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
જે માટે આ અદાલતમાં રજુ કરવાની થતી ટપાલ સેવા તથા પેન્શન સંબંધી ફરિયાદો સ્પષ્ટ અને મુદ્દાસર રીતે સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ, બારડોલી ડિવિઝન, લીમડા ચોક, મોદી ટાવર, બારડોલી-૩૯૪૬૦૧ ખાતે તા.૨૬ ડિસેમ્બર સુધીમાં મોકલી આપવી. નિર્ધારિત સમય બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમજ નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં તેમ બારડોલી ડિવીઝન પોસ્ટ ઓફિસના અધિક્ષકની યાદીમ જણાવ્યું છે.




