સરકારી કોલેજ કાછલના વિદ્યાર્થીઓએ સુગર ફેક્ટરીની મુલાકાત લીધી.
સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજ, કાછલના વિદ્યાર્થીઓને શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.,બામણિયા ખાતે આવેલ ઔદ્યોગિક સંસ્થાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓને સુગર ફેક્ટરીમાં ખાંડનું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે જેની માહિતી આપવામાં આવી હતી. સુગર ફેક્ટરીના સેફટી ઓફિસર શ્રી દીપકભાઈ પટેલે શેરડીમાંથી ખાંડ બને ત્યાં સુધીની સમસ્ત પ્રક્રિયા બતાવી. તથા શેરડીમાંથી તમામ રસ નીકળી ગયા પછી વેસ્ટેજ માલમાંથી બાયો ફર્ટીલાઈઝ પ્લાન્ટ, પ્લાય, ઈંટ વગેરેમાં તેનો ઉપયોગ કરે છે. ખાંડને ચોખ્ખી કરવાની પ્રક્રિયા વગેરે બાબતો અમારાં વિદ્યાર્થીઓને સમજાવી હતી. આ શૈક્ષણિક પ્રવાસમાં આર્ટ્સ,કોમર્સ અને સાયન્સના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં અને કોલેજના તમામ સ્ટાફમિત્રો પણ જોડાયા હતાં. શૈક્ષણિક પ્રવાસ અંગેની મંજૂરી કોલેજના આચાર્યશ્રી ડૉ.રાકેશ ચૌધરી સાહેબે આપી હતી. તથા પ્રોગ્રામ કોર્ડિનેટર અને IQAC કોર્ડિનેટર તથા તમામ સ્ટાફગણના સહયોગથી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.




