Traffic Tail

રવિવારે સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અલથાણ ખાતે ‘પ્રથમ સ્નેહ મિલન સમારોહ’ યોજાશે:સમાજની એકતા, સંસ્કૃતિના જતન અને ઉત્થાનનો હેતુ

SHARE:

રવિવારે સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અલથાણ ખાતે ‘પ્રથમ સ્નેહ મિલન સમારોહ’ યોજાશે:સમાજની એકતા, સંસ્કૃતિના જતન અને ઉત્થાનનો હેતુ
 
સમાજ ભવનનું ઉદઘાટન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય લોકડાયરો યોજાશે
                          તા.૧૪ ડિસેમ્બરને રવિવારે સમસ્ત આદિવાસી સમાજ,સુરત શહેર દ્વારા અલથાણના સોહમસર્કલ કમ્યુનીટી હોલ ખાતે બપોરે ૧૨:૦૦ કલાકથી સ્નેહ-મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ થશે.
સમાજની એકતા, સંસ્કૃતિના જતન અને ઉત્થાનના હેતુથી યોજાનારા કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ, કુટિર ઉદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રમત ગમત વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઇ ગામિત, સાંસદશ્રીઓ ધવલભાઈ પટેલ અને પરભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સવારે ૯:૦૦ કલાકે ઉધના મગદલ્લા સ્થિત સમાજભવનનું ઉદ્ઘાટન તેમજ બપોરથી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
સાંસ્કૃતિક ઝાંખી
આ કાર્યક્રમમાં સમાજની બહેનો દ્વારા પ્રકૃતિની આરતી તેમજ ઘાંઘળી વાઘ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવાશે. જેમાં વિવિધ ત્રણ ટીમો દ્વારા તૂર, તારપા, ભીલી, કાહળી, ઘેર, રાઠવા, ઢોલ, ડાંગી, ખેતી જેવા નૃત્યો તેમજ પર્યાવરણ વિષય પર નાટક રજુ કરવામાં આવશે.
વ્યાખ્યાન સત્ર:
આ પ્રસંગે વિવિધ વિષયો પર વિદ્વાનો દ્વારા વ્યાખ્યાનો યોજાશે. જેમાં આદિવાસી સમાજ અને દેશના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા, આંતર-જાતિ/જાતિ લગ્ન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ, યુવાનોમાં ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ (JEE, PhD, GPSC, UPSC), અને આદિવાસી પરંપરા, પર્યાવરણ અને તેનું સંવર્ધન જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે.
આદિવાસી ભવ્ય લોક ડાયરો:
કાર્યક્રમને અંતે રાત્રે ૦૮:૦૦ કલાકે આદિવાસી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી કલાકારો શૈલેષભાઈ પટેલ અને જીતુભાઈ કલાકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને લોકજીવન પર આધારિત સુંદર કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે.
આ સમારોહમાં પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત, સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડૉ.પ્રદીપભાઈ ગરાસિયા, સુરત સંયુક્ત કમિશનરશ્રી કે.એન.ડામોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તો આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા સૌ આદિવાસી ભાઈ-બહેનોને સપરિવાર ઉપસ્થિત રેહેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!