ઉમરપાડા તાલુકાના ડોંગરીપાડા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી શિબિર અંતર્ગત જીવામૃત બનાવવાની તાલીમ યોજાઈ

ઉમરપાડા તાલુકાના ડોંગરીપાડા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શિબિર અંતર્ગત જીવામૃત બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. દેશી ગાયનું ગૌમૂત્ર, છાણ, ગોળ, દાળ/ચણાનો લોટ અને માટીને યોગ્ય માત્રામાં ભેગા કરી વિવિધ તબક્કા બાદ તૈયાર થતાં આ અમૃતપાણીને ખાતર તેમજ જંતુનાશક તરીકે છાંટવાથી પાકને તેમજ તેના કુદરતી તત્વોને કારણે જમીનને થતાં ફાયદા વિશે જણાવી ખેડૂતોને રાસાયણિક દવા છોડી કુદરતી રીતે તૈયાર થતા જંતુનાશક અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું.




