મહુવા તાલુકાના કરચેલિયા ગામે મંદિરમા ધોળા દહાડે ચોરીની ઘટના બનતા મહુવા પોલીસના હાક અને ધાક સામે જ સવાલો ઉદભવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં ચોરીના બનાવોનો સિલસિલો યથાવત જ છે,ત્યારે દિવસના તસ્કરોએ મંદિરની દાનપેટી ઊંચકી જઈ મહુવા પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો છે. મહુવા તાલુકાના કરચેલિયા ગામની વર્ધા પ્રાથમિક શાળા પાસે આવેલ જોગણી માતાજી ના મંદિરમાથી દાનપેટી ની ચોરી ની ઘટના સામે આવી છે.ચોરીની ઘટના બાબતે
કરચેલીયા ગ્રામપંચાયત એ લગાવેલ સીસીટીવી મા મોટરસાયકલ સવાર ત્રણ ઈસમો દેખાઇ રહ્યા છે,જો કે હજી તે સ્પષ્ટ જણાય રહ્યું નથી.જોગણી માતાજી ના મંદિર ની દાનપેટી દર બે મહીને ટ્રસ્ટીઓ દ્વારા ખોલતા હોવાનું જાણવા મળે છે.મંદિરમાં ચોરીની ઘટના અંગે સ્થાનિકો એ મહુવા પોલીસ ને જાણ કરી હતી ત્યારે મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી સી.સી.ટીવી ફૂટેજ ના આધારે ચોરીની ઘટના અંગે તપાસ શરૂ કરી છે.ત્યારે દિન દહાડે બનેલ ચોરીની ઘટના બાદ સ્થનિકોમાં ભય નો માહોલ સર્જાયો છે ત્યારે મહુવા પોલીસ આ ચોરીના બનાવો રોકવામાં અને તેના ભેદ ઉકેલવામાં સફળ થશે કે કેમ ? તે સવાલો જનતામાં ઉદભવ્યા છે


