Traffic Tail

તંત્રે કામગીરી નહીં કરતા પ્રતિબંધિત રસ્તા પર માટી વહન કરતી ઓવરલોડેડ ટ્રકને સ્થાનિક આગેવાનોએ અટકાવી ,પોલીસને બોલાવી

SHARE:

તંત્રે કામગીરી નહીં કરતા પ્રતિબંધિત રસ્તા પર માટી વહન કરતી ઓવરલોડેડ ટ્રકને સ્થાનિક આગેવાનોએ અટકાવી ,પોલીસને બોલાવી

 

અનાવલ : અંબિકા તાલુકામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા કેનાલ ના વાંસકુઇ ખાતેના રસ્તા પરથી પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ માટી ભરેલ ટ્રકો પસાર થતી હોવા છતાં રસ્તો બગડવા છતાં સિંચાઈ વિભાગ તેમજ વહીવટી તંત્રે ગંભીરતા દાખવી જ નહીં હતી ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા ટ્રકો અટકાવી પોલીસને બોલાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કાકરાપાર ડાબા કાંઠા કેનાલ ના વાંસકુઇ ખાતેના રસ્તા પરથી પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ માટી ભરેલ ટ્રકો રાત્રિના સમયે ધમધમતી હતી .સંલગ્ન તંત્રને જાણ હોવા છતાં અધિકારીઓ મુક પ્રેક્ષક બની તમશાઓ જોતા હતા.એક બાજુ ખનીજ ચોરીની રાવ તો બીજીબાજુ પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો પસાર થતા રસ્તો ખરાબ થવાની સંભાવના વચ્ચે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળતો.ઘણા સમય સુધી કાર્યવાહી નહીં કરી ને માટીચોરી ના રેકેટ ને છૂટો દોર આપી દેવામાં આવ્યો હતો.
આ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં થતા અંતે ગામના જ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશ મહેતા અને ગામના આગેવાનો દ્વારા પસાર થતી ટ્રકને અટકાવી કાગળો માંગતા સંતોષકારક જવાબ નહી મળતા મહુવા પોલીસને બોલાવી ટ્રક સોંપવામાં આવી હતી.
આ બાબતે તપાસ કરવામાં આવે તો મોટું ભોપાળું બહાર આવે તેમ છે.જો તપાસ નહીં થાય અને આ ટ્રકો ની હેરાફેરી ચાલુ રહેશે તો ન્યાયતંત્ર ના દ્વાર ખખડાવવાની સ્થાનિકોએ તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!