Traffic Tail

સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ ‘અર્બન ગ્રીન મિશન’ અંગેના ઘટકોનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ

SHARE:

સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ ‘અર્બન ગ્રીન મિશન’ અંગેના ઘટકોનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ

સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્તમાન વર્ષ ૨૦૨૫–‘૨૬માં ‘અર્બન ગ્રીન મિશન(માળી તાલીમ)’ અંગેના ઘટકોનો લાભ લેવા તા.૬/૧૨/૨૦૨૫ સુધી ikhedut.gujarat.gov.in સાઇટ પર ઓન લાઇન અરજી કરી શકાશે. જેમાં લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા દરમિયાન આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને અરજી કરી અરજીની પ્રિન્ટ આઉટ મેળવી લેવી. અરજીની કોપી અને ઉપરોક્ત દસ્તાવેજો ૦૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત. ફોન નં:૦૨૬૧-૨૬૫૫૯૪૮ પર જમા કરાવવાનું રહેશે તેમ સુરતના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!