Traffic Tail

ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના નેતૃત્વ હેઠળ કાછલ કોલેજ થી વાંસકુઇ સર્કલ સુધી ૦૮ કિલોમીટરની સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈઃ

SHARE:

ચાલો, એકતાનો સંદેશ પ્રસરાવીએ-રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈ
 
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે મહુવા વિધાનસભાની સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રાને મહુવાની કાછલ કોલેજથી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા
 
ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના નેતૃત્વ હેઠળ કાછલ કોલેજ થી વાંસકુઇ સર્કલ સુધી ૦૮ કિલોમીટરની સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈઃ
 
દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે મહુવા વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને મહુવાની કાછલ કોલેજથી ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અવસરે ધારાસભ્યશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈને એકતાનો સંદેશો જનજન સુધી પહોચે તેવા પ્રયાસો હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો.
સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહુવા કાછલ કોલેજ થી વાસકુઇ સર્કલ સુધીની ૦૮ કિલોમીટરની એકતા પદયાત્રા પૂર્ણ થઈ હતી. કાછલ કોલેજ થી વાસકુઇ સર્કલ સુધીમાં વિવિધ સ્થળો પર એકતા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
પદયાત્રામાં ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીલાબેન પટેલ, અગ્રણી ભરતભાઈ રાઠોડ, ભાવિનભાઈ નાયક, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, કાછલ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!