Traffic Tail

કાંકરિયા ગામના મુખ્ય માર્ગ પર લટાર મારતા કદાવર દીપડાથી લોકોમાં ભયનો માહોલ.

SHARE:

કાંકરિયા ગામના મુખ્ય માર્ગ પર લટાર મારતા કદાવર દીપડાથી લોકોમાં ભયનો માહોલ.

કાંકરિયા ગામ ના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થતા એક વાહનચાલકના મોબાઈલમાં રસ્તાની બાજુમાં આરામ કરતો દીપડો કેદ થયો હતો.કદાવર દીપડો જોઈ વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ફફડાટ ફેલાય ગયો છે. શિકારની શોધમાં રહેણાક તેમજ ખેતરાળ વિસ્તારમાં અવારનવાર નજરે પડતા દીપડાથી તાલુકાની જનતામાં ભયનો મહોલ છવાયેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ સુરત જિલ્લાના અંબિકા તાલુકાના કાંકરિયા ગામના રહીશ યુસુફભાઈ ગલીયારાની વાડી નજીક ગત રાત્રે આશરે 9 વાગ્યાના સમયે એક કદાવર દીપડો રોડની બાજુમાં આરામ ફરમાવતો નજરે પડ્યો હતો. રોડ કિનારે શાંતિથી બેઠેલા દીપડાને જોઈને પસાર થતા લોકો ગભરાઈ ગયા હતા.
​સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ દીપડો આ વિસ્તારમાં દીપડો અવારનવાર કાંકરિયા ગામના ઝાડી ફળીયામાં આવેલા રહેણાંક તેમજ ખેતરાળ વિસ્તારમાં પણ નજરે પડે છે. દીપડાના સતત દેખાવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. રાત્રે ખેતરે કામ માટે જતા ખેડૂતો અને રહેણાંક વિસ્તારના લોકોની સલામતી જોખમાઈ છે.
​ગ્રામજનોએ વન વિભાગને આ દીપડાને પકડવા માટે સત્વરે પગલાં લેવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન થાય મુજબ માંગ કરી છે.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!