સુરતના મહુવામાં લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો..
મહુવા નજીક આવેલા બીડ ગામે ટેકરા ફળીયા માં પોતાની માતા અને ભાઈ સાથે રહેતી એક 25 વર્ષીય આદિવાસી હળપતિ યુવતી ને આજથી 10 વર્ષ પહેલા મહુવા ગામની મસ્જિદ પાછળ રહેતા ફયાઝ રફીક શેખ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે તે સમયે સગીર વય ધરાવતી યુવતી ની શાળામાં જતા આવતા સમયે પીછો કરતા આવેલા ફયાઝ દ્વારા રસ્તામાં આંતરી મોબાઈલ નંબર આપી યુવતી ને પોતાનું નામ જેનીશ જણાવી હિન્દુ તરીકે ની ઓળખ આપી હતી. તમે પહેલી વાર જોઈ ત્યારથી પ્રેમ કરું છું કહી ફયાઝ એ 16વર્ષ ની સગીર યુવતી ને મોરદેવી ના પુલ નીચે નદી કિનારે ઝાડીઝાંખરા માં લગ્ન ની લાલચ આપી શારીરિક સબંધ બાંધ્યો હતો.ફરી એક વાર 3 દિવસ બાદ સગીરા ના ઘર પાછળ ઝાડીમાં મળી હું તને પ્રેમ કરું છું, તારા વગર જીવી નહીં શકું,તારી સાથે જ લગ્ન કરીશ મુજબ વાતો કરી શરીર સંબંધ બાંધ્યો હતો.
સગીરાના ભાઈ ને ખબર પડતા ભાઈ એ માતા ને વાત જણાવતા પ્રેમ ના ડોળ કરતો યુવક જેનીશ હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. તેને પૂછતા તેણે પોતે મુસ્લિમ હોવાનું કબૂલ્યું હતું પરંતુ નામ આપ્યું ન હોતું.હતાશ થયેલી યુવતીએ ત્યારબાદ 3 વર્ષ સુધી બોલચાલ બંધ કરી હતી.યુવતી માલીબા કોલેજ નજીક દરજી કામ શીખવા જઈ રહી હતી ત્યારે અને ફળીયા ના લગ્ન પ્રસંગો સમયે પણ ફયાઝ આંટાફેરા મારતો રહ્યો હતો.એક દિવસ ફયાઝ એ પોતાના મોબાઇલ ની ફેસબુક ઉપર યુવતી ને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા યુવતીએ તે સ્વીકારતા બંને વચ્ચે ફરીવાર વાતચીત શરૂ થઈ હતી.વાતચીત દરમ્યાન યુવકે પોતાનું સાચું નામ ફયાઝ હોવાનું જણાવ્યું હતું. તેણે ફરી શરીર સંબંધ બાંધવા માંગણી કરતા યુવતીએ લગ્ન કરવાની જીદ કરતા ફયાઝ તેને કોઈ ફોરવહીલ ગાડી માં સરભોણ લઈ ગયો હતો.જ્યાં કોઈ દાઢી વાળા મૌલવી ને બોલાવતા મૌલવીએ બંને ના ગાડી માં નિકાહ કરાવ્યા હતા.અને કોઈ કાગળ ઉપર સહી કરવી લીધી હતી.તે દિવસે રાતના સમયે ઝાડી માં મળી તારા વગર મરી જઈશ કહી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતી ને માસિક ના આવતા તેણે પ્રેગ્નન્સી કીટ માં તપાસ કરતા તે ગર્ભવતી હોવાનું જણાયું હતું. આ વાત કરતા ફયાઝ એ દવા પી ને ગર્ભપાત કરવાનું જણાવી દવા નહીં પીએ તો જાન થી મારી નાખીશ મુજબ ધમકી આપી ગર્ભપાત કરાવ્યો હતો.આ બાબત નું દુઃખ થતા માનસિક તાણ માં યુવતીએ 4 મહિના સુધી સંપર્ક તોડી નાખ્યો હતો. ત્યારબાદ એક દિવસ બજાર માં મળી જતા ફયાઝે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે મુજબ કહેતા પાછી બોલચાલ શરૂ થઈ હતી.આ દરમ્યાન ગત તા. 7 નવેમ્બરે ફયાઝ ની વર્ષગાંઠ હોઈ બંને તરસાડી નહેર પાસે મળ્યા હતા.ત્યાં ફરી એકવાર યુવતી ની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધી બંને છુટા પડ્યા હતા. અચાનક તેજ દિવસે રાત્રે ફયાઝે ફોન કરી યુવતીને હવે પછી પોતાની સાથે વાત કરતી નહીં,તારા મારા સબંધ પૂરા, હવે ફોન કરતી નહીં મુજબ જણાવી તરછોડી દેતા ભારે હતાશા અનુભવી સમાજ ના આગેવાનો ને વાત કરી યુવતી એ ફયાઝ વિરુદ્ધ મહુવા પોલીસ મથક માં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની વધુ તપાસ બારડોલી ડિવિઝનના ડીવાયએસપી એચ એલ રાઠોડ કરી રહ્યા છે.



