સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત
તા.૧૦ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી સુરત શહેર-જિલ્લામાં ૧૦ સ્થળોએ ‘મેદસ્વિતા મુકત કેમ્પ ફેઝ-૨’ યોજાશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત શહેર-જિલ્લામાં તા.૧૦/૧૧/૨૦૨૫થી ૧૦/૧૨/૨૦૨૫ સુધી ૩૦ દિવસીય મેદસ્વિતા મુકત કેમ્પ ફેઝ-૨ યોજાશે. ઝોન કો-ઓર્ડીનેટર ડૉ.પારુલ પટેલે જણાવ્યા અનુસાર સુરતમાં અડાજણ, અલથાણ, વરાછા, કામરેજ અને બારડોલીમાં યોજાનારા ૧૦ કેમ્પમાં ભાગ લેવા અડાજણ(9979711185), અલથાણ(9725712971), વરાછા(9327821975), કામરેજ(9428142721) અને બારડોલી(9726814600) નંબર પર સંપર્ક કરી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રમતગમત વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિનથી સમગ્ર ગુજરાતમાં 30 દિવસનું રીઝલ્ટ ઓરિએન્ટેડ, મેદસ્વિતા મુક્ત કેમ્પનું આયોજન કરાયું હતું.





