મહુવા તાલુકાના અનાવલ ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની ઉપસ્થિતિમાં ‘સ્વસ્થ નારી–સશક્ત પરિવાર’ કાર્યક્રમ યોજાયો
મહુવા તાલુકાના અનાવલ ગામના રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સ્વસ્થ નારી–સશક્ત પરિવાર’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈએ મહિલાઓના આરોગ્ય, પોષણ અને પરિવાર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારવા પર ભાર મૂકી મહિલાઓને આરોગ્ય અંગે સતર્ક રહેવા અને પરિવારના સુખમય જીવન માટે પોતાનું સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, માતાનું આરોગ્ય સ્વસ્થ હશે તો સમગ્ર પરિવારની જીવનશૈલી ઉપર તેની સીધી અસર પડે છે. પોષણયુક્ત આહાર, નિયમિત આરોગ્ય ચકાસણી અને માહિતીથી સજ્જ રહેવું એ દરેક મહિલાની ફરજ છે. સમાજમાં પરિવર્તન લાવવા નારી શક્તિની મહત્વની ભૂમિકા રહેલી હોય છે. માતા શિક્ષિત અને સ્વસ્થ હશે તો નવી પેઢી પણ સ્વસ્થ, સુશિક્ષિત અને સજાગ બનશે.
આ પ્રસંગે તા. પં. પ્રમુખ શીલાબેન પટેલ, જિ.પં. બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ, સરપંચ મંજૂલાબેન પટેલ, જિલ્લા પં.સભ્યો જીગ્નેશભાઈ ભાવસાર, સંગીતાબેન આહિર, રીટાબેન પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.મનોજ ચૌધરી, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિકારી ડો. પ્રમોદકુમાર ચૌધરી સહિત તા. હેલ્થ સ્ટાફગણ, ગ્રામજનો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.






