પુના ગામના વડીલનું રોકડ રકમ વાળુ પાકીટ દિશા ધોડિયા સમાજ મારફતે કેવીરીતે પહોચ્યું ? જુઓ માનવતા નું ઉત્તમ ઉદાહરણ…
સર્વ સમાજનાં લોકો માટે માનવતાવાદી કાર્યો અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ, વસરાઇ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી ખોવાયેલ ડોક્યુમેન્ટ અને રોકડ રકમવાળું પાકીટ પરત કરાયું.
સુરત,મહુવા:-સુરત મહુવાનાં બામણીયા ગામનાં આદિવાસી યુવાન રીતેશભાઇ હેમંતભાઈ નાયકાને મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બામણીયા થી વસરાઇ વચ્ચે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, બેંક પાસબુકો તથા અગત્યના દસ્તાવેજો તથા રોકડ રકમવાળું પાકીટ મળી આવ્યું હતું.
. આ અગત્યનાં દસ્તાવેજો તથા રોકડ રકમ ભરેલી થેલી તેમણે ઘોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન, વસરાઇ ઓફિસનો સંપર્ક કરી ત્યાં ફરજ બજાવતાં ચિંતનભાઈ પટેલનો સંપર્ક કરતાં
તેમણે ડોક્યુમેન્ટો હસમુખભાઈ ભગુભાઈ પટેલ (આશ્રમ ફળિયું -પૂના તા.મહુવા)નું હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે પૂના ગામનાં યુવા દિનેશભાઈ પટેલનો સંપર્ક કરી મૂળ માલિકને ધોડિયા સમાજ દિશા ફાઉડેશનની ઓફિસ વરરાઇ બોલાવીને ખરાઇ કરીને પરત આપીને પ્રામાણિકતા સાથે માનવતાવાદી કાર્યનું ઉત્તમ ઉદાહણ પુરું પાડી સમાજને એક સરસ સંદેશો આપ્યો છે. ગામડાંઓનાં લોકોમાં હજુ પણ પ્રામાણિકતા અને માનવતાં બરકરાર રહેવા પામી છે.



