તા.૨૭ સપ્ટે. સુધી કામરેજ તાલુકાના ખોલવડ ગામથી આંબોલી ગામને જોડતા તાપી નદી ઉપરના જુના બ્રિજ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
કામરેજ તાલુકાના ખોલવડ ગામથી આંબોલી ગામને જોડતા તાપી નદી ઉપરના જુના બ્રિજના સુપર સ્ટ્રક્ચરનો એમ.બી.આઈ. યુનિટ વડે કંડીશન સરવે કરવાનો હોવાથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ તાપી નદી પરના મેજર બ્રિજ ઉપર તમામ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ દર્શાવી વૈકલ્પિક રૂટ દર્શાવતું એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર તા.૨૭/૦૯/૨૦૨૫ સુધી (૧) કામરેજથી આંબોલી તેમજ(૨) ખોલવડથી આંબોલી જવા માટે એન.એચ.૪૮ પરના તાપી નદી પરના બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





