Traffic Tail

કોષ નવા ફળિયા નજીક મોટર સાયકલ ચાલક 18 વર્ષીય યુવકને અકસ્માત નડતા મોત.

SHARE:

કોષ નવા ફળિયા નજીક મોટર સાયકલ ચાલક 18 વર્ષીય યુવકને અકસ્માત નડતા મોત.

સુરત,મહુવા:-તાપી જિલ્લા ના ડોલવણ ખાતે રહેતા અને ડોલવણ તાલુકા પંચાયત માં નોકરી કરતા સતીશ અમરસિંહ પટેલ નો ૧૮ વર્ષીય પુત્ર કેવિન ગત એક મહિનાથી ચીખલી તાલુકાના દેગામ ખાતે નોકરી કરતો હતો. અવરજવર માટે તે પોતાના પિતા ની સ્પ્લેન્ડર મોટરસાયકલ નં.જીજે ૨૬એડી ૫૫૫૮ ના ઉપયોગ કરતો હતો. ગતરોજ ગુરુવારની સાંજના સમયે તે ઘરે પરત આવી રહ્યો હતો. આ સમયે મહુવા તાલુકા ના કોષ ગામ ની સીમ ના નવા ફળીયા નજીક થી ઘરે જવા પસાર થતો હતો તેવા સમયે પુરઝડપે ચાલતી તેની મોટરસાયકલ ને અકસ્માત નડતા તેને હાથ,પગ તથા કપાળ ના ભાગ માં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયો હતો. પોતાના પુત્ર નો અકસ્માત થયો હોવાની જાણ થતા તેના પિતા અને સબંધીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલ માં પોતાનો પુત્ર કોઈ પણ પ્રકાર નો પ્રતિસાદ ન આપતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું સમજાયું હતું. પોતાના લાડકવાયા અને એકમાત્ર પુત્ર સંતાન નું મોત નીપજતા ભારે ગમગીની ફેલાઈ હતી. મહુવા પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!