માંડવી તાલુકાના ખરોલી ગામે શાળાના બાળકો અને ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ
માંડવી તાલુકાના ખરોલી ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ત્રણ ગ્રામ પંચાયત બેઝડ ક્લસ્ટર દીઠ તાલીમ યોજાઈ હતી. જેમાં શાળાના બાળકો તેમજ ખેડૂતોને ગાય આધારિત પરંપરાગત ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિષે જણાવી ખેડૂતોને ગૌ-આધારિત ખેતી માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાથે જ માંડવી તાલુકા BTM નિલેશભાઈ પટેલ દ્વારા ગાય આધારિત ખેતીથી ઓછા ખર્ચે મળતા મહત્તમ નફા અંગે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. તેમજ શાળાના બાળકોને રાસાયણિક ખેતીથી જમીન અને પાક સહિત પર્યાવરણને થતા નુકશાનની જાણકારી આપી તેની જગ્યાએ પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા વિષે અવગત કરાયા હતા.





